સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં માત્ર 11 વર્ષના કિશોરે ઘર પાસે જ રહેતી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બે દિવસ અગાઉ બંને બાળકો ઘર પાસે રમતાં હતાં, ત્યારે અચાનક જ કિશોર બાળકીને લઈને પોતાના ઘરમાં ગયો અને જ્યાં એકલતાનો લાભ લઇ બાળકીનાં કપડાં ઉતારી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કિશોરે આ વાત કોઈને પણ ન કહેવા માટે બાળકીને ધમકી આપી તેના ગુપ્તાંગના ભાગે ચંપલ વડે માર માર્યા હતો.
સુરત શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રુદરપુરા પોલીસ લાઈન પાસે રહેતા માત્ર 11 વર્ષના કિશોરે ઘર પાસે રહેતી માત્ર ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ગત 29 માર્ચના રોજ બપોરના સમયે બંને ઘર પાસે રમતાં હતાં, ત્યારે અચાનક જ 11 વર્ષનો કિશોર તેને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઇ બાળકીનાં દુષ્કર્મ આચર્યું હતું અને ચંપલ વડે બાળકીને ગુપ્તાંગના ભાગમાં માર માર્યો હતો. જેના કારણે બાળકીને ગુપ્તાંગમાં ઇજા પણ પહોંચી હતી. કિશોરે આ વાતની જાણ કોઈને ન કરવા બાળકીને ધમકી આપી હતી. કિશોરની ધમકીથી ડરી ગયેલી બાળકીએ પોતાની આપવીતી કોઈને જણાવી નહોતી. બીજા દિવસે ગુપ્તાંગના ભાગમાં અસહ્ય દુખાવો થતાં બાળકીનાં પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં ડોક્ટરે તપાસ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાથી જણાવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.
પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતા તેણે કિશોરની તમામ કરતૂત જણાવી હતી. બાદમાં પરિવારજનો બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં સારવાર બાદ બાળકીના પરિવારે આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે 11 વર્ષના કિશોર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology