bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

 ખેલૈયાઓ આનંદો! નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો...

નવરાત્રી નિમિતે મેટ્રો 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેવો નિર્ણય મેટ્રો ઓથોરિટી દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં નવરાત્રિને લઇ એક બાદ એક છુટ આપવમાં આવી રહી છે. ત્યારે આજે નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રોને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં હાશકારો જોવા મળ્યો છે. થોડા દિવસ અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના દિવસોમાં ગરબા મોડે સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત નાના મોટા ગલ્લાથી માંડીને ખાવાની દુકાનોને પણ રાત્રિના મોડા સુધી ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે આ વિવિધ છુટમાં વધુ એક છુટ ઉમેરવામાં આવતા ગરબા રસિકોમાં ઉત્સાહ વધી ગયો છે. જેમાં નવરાત્રી નિમિતે મેટ્રો 2 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવશે, નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ.  ત્યાર નવરાત્રિના તમામ દિવસો સુધી રાત્રિના મોડે સુધી ગરબા રમાશે, ઉપરાંત આ સાથે ખેલૈયાઓ માટે ફાસ્ટ ફુડની દુકાનોને પણ છુટ આપી દેવામાં આવતા લોકોના ધંધા રોજગારી પણ વધશે. અને મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે.