bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

બોટાદમાં પીકવાન વાન પલટી જતા બેનાં મોત, 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત....

 રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બોટાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.  બોટાદના કુંભારા ગામ નજીક પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત થયા છે. અને  25 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે  ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો સહિતનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. 

મળતી વિગતો અનુસાર વિંછીયાથી શ્રમિકો પિકઅપ વાનમાં બેસીને ધંધુકા તરફ જઇ રહ્યા હતા ત્યારે કુંભારા ગામ પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી નઅને વધુ તપાસ હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં પિતા પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં. આ સાથે 20થી 25 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.