bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટમાં અનૈતિક સંબંધોનો અંત : પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ પાસે બેસીને વીડિયો બનાવ્યો અને સોસાયટીના ગ્રૂપમા શેર કર્યો....

રાજકોટમાં એક પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે વીડિયોમાં પુરાવો આપીને ખુલાસો કર્યો છે. પતિએ પત્નીના આડા સબંધ કે કારણે તેને બેડરૂમમાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિને પત્નીના તેના મિત્ર સાથે આડા સબંધ હોવાની શંકા હતી. એટલું જ નહિ, હત્યારા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ એક વીડિયો બનાવ્યો છે. વીડિયો બનાવીને તેણે સોસાયટીના ગ્રૂપમાં મૂક્યો હતો. જેમાં તેણે અનેક વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. હાલ પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી છે. 

અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં હત્યા બનાવ બન્યો છે. શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટના B-103માં રહેતી 34 વર્ષીય પરિણીતાની પતિ ગુરૂપા જીરોલીએ જ કરી હત્યા કરી છે. પતિએ પત્નીના માથામાં 4 થી 5 ઘા પથ્થરના ઝીંકી હત્યા કરી હતી. આરોપી ગુરૂપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલીયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની અને કર્ણાટકના બોર્ડર પર તેનું ગામ આવેલું છે. તેણે પોલીસને કન્ટ્રોલ રૂમ પર ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની કરી જાણ કરી હતી.

તે વહેલી સવારે 4 વાગ્યે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની પોતાના પાર્ટનર નગાભાઈ સાથે હોવાથી શંકા દ્રઢ બની અને હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક, લોહી લુહાણ હાલતમાં બેડ શીટ સંયોગિક પુરાવા રૂપે કબ્જે કર્યાં છે. પોલીસ પહોંચતા આરોપી ગુરૂપા જીરોલી ઘરમાં જ હતો અને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હત્યા પાછળ અનૈતિક સબંધ જ કારણભૂત હતું. પોલીસે નગા કામલીયાની પણ પૂછપરછ શરૂ કરી.

જુવો વિડીયો :

VIDEO

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ બેડ પર જ બેસીને વીડિયો બનાવ્યો હતો. પતિએ વીડિયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂક્યો હતો. તેણે આ વીડિયોમાં અનેક મોટો ખુલાસા કર્યા છે. મારી પત્નીએ મને ખૂબ તકલીફ આપી છે તેમના કારણે મેં તેની હત્યા કરી છે. મારી પત્ની અને મારા મિત્રએ મને દગો આપ્યો છે. મારા લગ્નને 17 વર્ષ થયા છે. 

વીડિયોમાં પતિએ કહ્યું કે, શાંતિવન નિવાસના લોકોને મારા તરફથી શાષ્ટાંગ નમસ્કાર. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ ભૂલ નથી થઈ, મને મારી ઘરવાળી બહુ તકલીફ આપી. હુ કરવાનો ન હતો પણ કરી દીધું. બહારના બધા ખરાબ નથી, હુ ખરાબ નથી, મારી ઘરવાળી ખરાબ હતી, મને મૂકીને બીજે જતી હતી. મારા ભાઈબંધે પણ મને દગો આપ્યો. મારી ઘરવાળી પણ દગો આપ્યો. જોવુ હોય તો જોઈ લો. મારી આ પરિસ્થિતિ છે. હુ કહેવા માગુ છું. આ લગ્નને 17 વર્ષ થઈ ગયા. મેં તેને બહુ જ સમજાવવાનો પ્રયાસ કર્યો. બંને છોકરાઓનું મોઢું જોઈને અત્યાર સુધી હતો. મારી છોકરીનું ધોરણ 10 મું હતું. પણ તે કહે કે હુ બીજા સાથે જાઉ છું. મેં કહ્યું કે, દીકરીનું 10 મું છે તો તુ શાંતિ રાખ. તે પૂરુ થવા દે. પછી આપણે નિર્ણય લઈએ. પણ તે ન માની. પૂરુ કરી દીધું. જે થાય એ. મને બધા માફ કરી દેજો. હું બધાને બોલાવી વાત કરીશ.   

પતિ રાત્રે 4 વાગ્યે ઘરે આવ્યો ત્યારે તેના ઘરે તેના મિત્રની હાજરી હોવાથી તેની શંકા દ્રઢ બની હતી. જેથી તેણે બેડ પર જ પત્નીની કરપીણ હત્યા કરી હતી. હાલ પતિના મિત્રને પણ પોલીસ દ્વારા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે. તેની પણ હાલ પૂછ પરછ કરવામાં આવી રહી છે