bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કરીના કપૂર-તબ્બુ અને કૃતિ સેનનની એક્ટિંગ દિલ જીતશે, તમને મનોરંજનનો પૂરો ડોઝ મળશે....

 

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનનની ફિલ્મ 'ક્રુ' આજે એટલે કે 29 માર્ચે મોટા પડદા પર રિલીઝ થઈ છે. કરીના કપૂર ખાન અને તબ્બુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફિલ્મ 'ક્રુ' માટે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ફિલ્મ 'ક્રુ'નો પહેલો શો જોવા માટે થિયેટરોની બહાર કતાર લાગી છે. જો તમે પણ કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનનની ફિલ્મ 'ક્રુ' જોવાનું વિચારી રહ્યા છો, તો ફિલ્મનો આ રિવ્યૂ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ રિવ્યુમાં અમે તમને ફિલ્મ 'ક્રુ'ની ખામીઓ અને સારી બાબતો બંને વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • ફિલ્મમાં શું છે ખાસ?

ફિલ્મ 'ક્રુ'માં ઘણી ખાસ વસ્તુઓ જોવા મળશે. ફિલ્મની સ્ટોરીથી લઈને ડિરેક્શન સુધી તમને તે ખૂબ જ પસંદ આવશે. ફિલ્મમાં ઘણા અદ્ભુત ડાયલોગ્સ છે, જે તમારું દિલ જીતી લેશે. આ બધા સિવાય કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની એક્ટિંગ જોઈને તમે પણ તમારી સીટ પરથી ઉભા થઈને તાળી પાડવા માટે મજબૂર થઈ જશો. ફિલ્મના નિર્દેશક રાજેશ એ કૃષ્ણને 'ક્રુ'માં કેમિયોનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. આ ફિલ્મમાં કપિલ શર્મા અને દિલજીત દોસાંજની ભૂમિકા ખૂબ જ નાની છે, પરંતુ તે ખૂબ જ મજેદાર છે.

  • શું છે ફિલ્મ 'ક્રુ'ની સ્ટોરી ?

ફિલ્મ 'ક્રુ'ની વાર્તા ગીતા સેઠી, જાસ્મીન બાજવા અને દિવ્યા રાણાની આસપાસ ફરે છે. જે કોહિનૂર નામની એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરે છે. જેઓને એરલાઇન્સ નબળી હોવાને કારણે લાંબા સમયથી પગાર મળતો નથી. જે પછી આ ત્રણેયને પોતાના ખર્ચાઓ પૂરા કરવા ખૂબ જ મુશ્કેલ લાગે છે. આ પછી ત્રણેય મળીને સોનાની દાણચોરી કરે છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન જાસ્મિન બાજવાના રોલમાં જોવા મળી રહી છે, જ્યારે તબ્બુના પાત્રનું નામ ગીતા છે. અને કૃતિ સેનન દિવ્યા રાણાના રોલમાં જોવા મળી રહી છે. આ ત્રણ સ્ટાર્સ સિવાય કપિલ શર્મા ફિલ્મમાં જોવા મળશે.