ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયો છે અને તેનો વીડિયો સામે આવ્યો છે.
લગ્ન પહેલા 1 થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન આ મોટા લગ્નમાં સામેલ થવા માટે સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયો છે. સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભાઈજાન બ્લુ જીન્સ અને ઓલિવ ગ્રીન કલરનો લૂઝ શર્ટમાં જોવા મળી રહ્યો છે.
સલમાનની આ સ્ટાઈલ એકદમ કેઝ્યુઅલ છે. તમને જણાવી દઈએ કે જામનગર અંબાણી પરિવારનું ઘર છે, જ્યાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology