bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માં બનવા જઇ રહી છે દીપિકા પાદુકોણ, સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી ખુશખબરી...

 

બોલિવૂડના પોપ્યુલર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કપલે ફેંસને આ ખુશખબરી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. દીપિકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.

પોસ્ટ શેર કરતી વખતે, દીપિકાએ હાથ જોડી અને આંખની ઇમોજી પોસ્ટ કરી છે. તેણે જે પોસ્ટર શેર કર્યું છે તેમાં લખ્યું છે- સપ્ટેમ્બર 2024, દીપિકા-રણવીર. ઉપરાંત, આ ફોટા પર બાળકોના કપડાં, પગરખાં, ફુગ્ગાઓ દર્શાવવામાં આવ્યા છે. જે ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે.

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા

દીપિકાની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક ખુશીથી ભરાઈ ગયા છે. દરેક તેને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે. વિક્રાંત મેસીએ લખ્યું- ઓએમજી... તમને બંનેને ઘણી બધી શુભેચ્છાઓ. કૃતિ સેનને લખ્યું- OMG, તમને બંનેને અભિનંદન. 38 વર્ષની દીપિકા પહેલા બાળકને જન્મ આપશે.

લગ્ન 2018માં થયા હતા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. ભારત પાછા ફર્યા બાદ રણવીર-દીપિકાએ બોલિવૂડ સેલેબ્સ માટે રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.