ફેમસ બોલિવૂડ સ્ટાર બોબી દેઓલ વર્ષ 2023માં પોતાની ફિલ્મ 'એનિમલ'ના કારણે દરેક જગ્યાએ છવાયેલો રહ્યો. ફિલ્મ 'એનિમલ'એ બોબી દેઓલને ઘણી ખ્યાતિ અપાવી હતી. બોબી દેઓલને ફિલ્મ 'એનિમલ'માં કામ કરવા બદલ ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ'ની સાથે તેને OTT વેબ સિરીઝ 'આશ્રમ' પણ પસંદ આવી હતી. બોબી દેઓલે વેબ સિરીઝ 'આશ્રમ'માં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. અત્યાર સુધી આ સીરીઝની ત્રણ સીઝન આવી ચૂકી છે. હવે ચાહકો વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વેબ સિરીઝ 'આશ્રમ 4'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વેબ સિરીઝની રિલીઝનો ખુલાસો થયો છે.
બોબી દેઓલને લીડ રોલમાં ચમકાવતી વેબ સિરીઝ 'આશ્રમ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. સિરીઝની ચોથી સિઝનને લઈને વાતચીત શરૂ થઈ ગઈ છે. હાલમાં જ વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામા સાથે વાત કરતી વખતે, ભોપા સ્વામીના રોલમાં જોવા મળતા ચંદન રોય સાન્યાલે વેબ સિરીઝ 'આશ્રમ 4'ની રિલીઝને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ચંદન રોય સાન્યાલે જણાવ્યું કે સિરીઝ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દરેક જણ તેની રિલીઝને લઈને સવાલો પૂછતા જોવા મળી રહ્યા છે. સિરીઝના કેટલાક સીન શૂટ કરવાના બાકી છે. મેકર્સ વેબ સિરીઝ 'આશ્રમ 4' ડિસેમ્બર 2024માં રિલીઝ કરી શકે છે.
બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ'ના પહેલા ત્રણ ભાગની જેમ સીઝન 4 પણ એમએક્સ પ્લેયર પર રિલીઝ થવા જઈ રહી છે. બોબી દેઓલની એશા ગુપ્તા સિરીઝની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી. 'આશ્રમ 3'ના એશા ગુપ્તા અને બોબી દેઓલના ઘણા બોલ્ડ સીન્સ વાયરલ થયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology