bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અનુષ્કા અને વિરાટ ફરી બનશે માતા-પિતા, એબી ડી વિલર્સે કરી પુષ્ટિ...

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. પરંતુ આ સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ટીમના  બેટ્સમેન વિરાટ કોહલીએ પેહલા 2 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ 2 ટેસ્ટ મેચનો ભાગ નહીં હોય. હવે પ્રશ્ન એ છે કે વિરાટે પોતાનું નામ પાછું કેમ ખેંચ્યું? આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ વિરાટ કોહલીના ખાસ મિત્ર એબી ડી વિલર્સે કરી છે.
 

એબી ડી વિલર્સે એક  વિડિયોમાં  જણાવ્યું હતું કે, “તાજેતરના દિવસોમાં વિરાટ કોહલી સાથે મારી વાતચીત થઈ હતી. હાલમાં વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે છે. વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. તેથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.”

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 2021માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા.અને તેમની પુત્રીનુ નામ વામિકા છે.