બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિગ બીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ બિગ બીને કડક સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું, હું હંમેશા આભાર વ્યક્ત કરું છું... એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે સર્જરી બાદ આ વાત ટ્વીટ કરી છે.
ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચનનો ઘણો મોટો ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. બિગ બીના ઘરની બહાર તેમને મળવા માટે ચાહકોની ભીડ જામી છે. અમિતાભ બચ્ચન પણ દર રવિવારે તેમના ઘર જલસાની બહાર ચાહકોને મળે છે. ગઈ કાલે, અમિતાભ બચ્ચને તેમના એક્સ એકાઉન્ટ પર ચાહકોને મળવાની આ તસવીરો શેર કરી હતી. આ સાથે બિગ બીએ લખ્યું હતું 'હમ્બલ્ડ બિયોન્ડ.'
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. બિગ બીની અગાઉની ફિલ્મ ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સાથે 'ગણપત' હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology