bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શંકર મહાદેવન, ઝાકિર હુસૈન સહિત 4 સંગીતકારોને મળ્યો ગ્રેમી એવોર્ડ...

66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સનું સોમવારે અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ્સમાં ભારતીય કલાકારોએ ધૂમ મચાવી છે. ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ 'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા - 'ધીસ મોમેન્ટ' શક્તિને અભિનંદન.' ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.

ગાયક શંકર મહાદેવન અને તબલા વાદક ઝાકિર હુસૈન સહિત દેશના ચાર સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યા. ગ્રેમી એવોર્ડ્સ 2024માં, ભારતના 4 તેજસ્વી સંગીતકારોને આલ્બમ 'શક્તિ' માટે ગ્રેમી એવોર્ડ્સનું સન્માન મળ્યું. આ ચાર કલાકારોમાં શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયક્રમ, ગણેશ રાજગોપાલન, ઝાકિર હુસૈનનો સમાવેશ થાય છે