ICC T20 વર્લ્ડ કપ 2024 માં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ જીત્યું. કેપ્ટન રોહિત શર્માએ 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ફેન્સને ઉજવણીનું કારણ આપતા વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું. પછી રવિન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું. નિવૃત્તિ બાદ હવે જાડેજાએ એક પોસ્ટ કરી છે જેમાં તે ઈમોશનલ થઈ ગયો હતો. જાડેજાએ તેની માતાનો સ્કેચ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો સ્કેચ
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા આ સ્કેચમાં તેની માતા સાથે હાથમાં ટ્રોફી પકડીને જોવા મળે છે. આ પોસ્ટમાં જાડેજા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો કારણ કે તેની માતા હવે આ દુનિયામાં નથી રહ્યા. રવિન્દ્રની માતાનું નિધન 2005માં થઈ ગયું હતું. ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. ત્યારે જાડેજા અંડર-19 ક્રિકેટ રમતો હતો. ભારતને એક અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ જિતાડવામાં પણ તેનો મોટો ફાળો રહ્યો હતો.
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મળેલ મેડલ અને હાથમાં ટ્રોફી પકડીને તેની માતાની બાજુમાં ઉભેલા જાડેજાનો સ્કેચ ખૂબ જ સુંદર છે. આ પોસ્ટ સાથે જાડેજાએ લખ્યું કે, હું મેદાન પર જે કંઈ પણ કરું છું તે બધું મારી માતાના માટે જ છે.
જાડેજા 2019માં ક્રિકેટ વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતને જીતની નજીક લઈ જનાર ક્રિકેટર તરીકે ક્રિકેટ પ્રેમીઓમાં સન્માન મેળવે છે. આ સિવાય ફિલ્ડિંગ અને સ્પિન બોલિંગથી તેણે ટીમ ઈન્ડિયાને ઘણી મેચોમાં વિજય અપાવ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology