bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જાણો ડાંસ દીવાને શો પર સુનીલ શેટ્ટીએ એવું તે શું કહ્યું કે આથિયા શેટ્ટીની Pregnancy ચર્ચા શરુ થઈ....

સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટીએ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. આ પછી બંને પરિવારોએ ખૂબ જ ધામધૂમથી આ લગ્નનું આયોજન કર્યું હતું. હવે લગ્નના લગભગ દોઢ વર્ષ બાદ આથિયા શેટ્ટીની પ્રેગ્નન્સીની ચર્ચા થઈ રહી છે. અને આ બધું સુનીલ શેટ્ટીના નિવેદન પછી શરૂ થયું.

આ દિવસોમાં સુનીલ શેટ્ટી નાના પડદા પર ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેમાં જજ તરીકે જોવા મળી રહ્યો છે. તેઓ શોમાં સ્પર્ધકોના ડાન્સને જજ કરે છે અને તેમને નંબર આપે છે. પરંતુ આ શો દરમિયાન તેણે એવું નિવેદન આપ્યું, જેનાથી તેના નાના બનવાની ચર્ચા શરૂ થઈ ગઈ.

ડાન્સ દીવાનેના એક એપિસોડ દરમિયાન, શોના હોસ્ટ અને કોમેડિયન ભારતી સિંહે સુનીલ શેટ્ટીને મજાકમાં કહ્યું, "સુનીલ સર, તમારી દીકરીને સંતાન થશે, તમે નાના બનશો." આના પર સુનીલ શેટ્ટીએ જવાબ  સમયે ભારતીની વાત કટ કરી સુનિલ શેટ્ટી એવું બોલે છે કે હવેની સીઝનમાં જ્યારે તે આવશે ત્યારે તે નાનાની જેમ સ્ટેજ પર ચાલશે... જો કે આ વાત પછી બંને નાના બન્યા પછીના લુક પર ચર્ચા કરે છે પરંતુ વીડિયો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે આથિયા પ્રેગેન્ટ હોય શકે છે. જો કે આ અંગે આથિયા કે કેએલ રાહુલ તરફથી કોઈ ખબર સામે આવી નથી.