રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયાએ લાતુરના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો. આ પ્રસંગે અભિનેતા આછા વાદળી રંગનો કુર્તો પહેરીને પહોંચ્યો હતો જ્યારે જેનેલિયા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. કપલે લાઈનમાં ઊભા રહીને તેમના વારાની રાહ જોઈ અને પછી પોતાનો મત આપ્યો.
પોતાનો મત આપ્યા બાદ રિતેશ અને જેનેલિયાએ મીડિયાને એક નિવેદન પણ આપ્યું જેમાં તેઓએ દરેકને પોતાના ઘરની બહાર આવીને પોતાનો મત આપવા અપીલ કરી હતી. અભિનેત્રીએ કહ્યું, 'આજનો દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મતદાન આપણો અધિકાર છે, તેથી આપણે બધાએ મતદાન મથક પર જઈને મતદાન કરવું જોઈએ.' રિતેશ દેશમુખને વોટિંગના મહત્ત્વ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે દરેક દેશવાસીઓ માટે મતદાન કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. અભિનેતાએ કહ્યું, 'હું પણ મતદાન કરવા માટે મુંબઈથી લાતુર આવ્યો છું. મતદાન કરવું દરેક દેશવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેકે મતદાન કરવું જોઈએ. હું દરેકને અપીલ કરીશ કે તેઓ તેમના ઘરની બહાર નીકળે અને મતદાન કરે.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology