bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રામાયણના શેટ પરથી  લારા દત્તા અને અરુણ  ગોવિલનો લુક થયો લીક....

 

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. મોટા પાયે બની રહેલી આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. તસવીરોમાં ટીવીનાં રામ કહેવાતા એક્ટર અરુણ ગોવિલ રાજા દશરથના પાત્રમાં દેખાઈ રહ્યા છે. જ્યારે અભિનેત્રી લારા દત્તા કૈકેયીના લુકમાં જોવા મળી રહી છે. ટ્વિટર પર આ તસવીરો વાયરલ થઈ રહી છે


રામાયણ'ના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અરુણ ગોવિલ લાંબા વાળ અને દાઢી સાથે મુગટ પહેરેલા જોઈ શકાય છે. તેમનો દેખાવ ખૂબ જ વૃદ્ધ દેખાતા રાજા દશરથનો છે. એક તસવીરમાં અરુણ ગોવિલ સાથે બે નાના બાળકો પણ જોઈ શકાય છે, જેમને ભગવાન રામ અને લક્ષ્મણનું બાળ સ્વરૂપ માનવામાં આવી રહ્યું છે.


લારા દત્તાને પર્પલ રંગની સાડી અને ગોલ્ડ જ્વેલરી પહેરેલી જોઈ શકાય છે. તેની સાથે અભિનેત્રી શીબા ચઢ્ઢા પણ દેખાઈ રહી છે. શીબાએ મરૂન આઉટફિટ પહેર્યો છે. તેને જોઈને લાગે છે કે તે મંથરાના રોલમાં હોઈ શકે છે. 'રામાયણ'નો સેટ રાજા દશરથના મહેલની જેમ બનાવવામાં આવ્યો છે. તેમાં અરુણ ગોવિલ અને લારા દત્તા ફરતા અને વાતો કરતા દેખાઈ રહ્યા છે. બંને કલાકારોની આસપાસ ફિલ્મ ક્રૂના લોકો પણ છે. એક તસવીરમાં ડિરેક્ટર નિતેશ તિવારી પણ દેખાઈ રહ્યા છે.


અભિનેતા રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ' માટે અવાજ અને બોલવાની ટ્રેનિંગ લેશે. આ ફિલ્મ માટે કલાકારો પહેલેથી જ ઘણી મહેનત કરી રહ્યા છે. એક અખભારી અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં હતું કે, રણબીરની પોતાની બેરીટોન અને લાઈન્સ ડિલિવર કરવાની રીત છે. જો તમે આંખો બંધ કરીને પણ ડાયલોગ સાંભળો તો તમે રણબીરનો અવાજ ઓળખી શકો છો. રામાયણમાં નિતેશ તિવારી ઇચ્છે છે કે રણબીરનો અવાજ તેણે અગાઉ ભજવેલા પાત્રોથી અલગ હોય. રણબીર પણ કંઈક નવું કરવાની આ પ્રક્રિયાને પસંદ કરી રહ્યો છે.


આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવશે. સાઉથ સ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. KGF સ્ટાર યશ 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. અહેવાલ છે કે અભિનેત્રી સાક્ષી તંવરને મંદોદરીના રોલની ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, બોબી દેઓલને કુંભકર્ણની અને વિજય સેતુપતિને વિભીષણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે.