bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વિશ્વ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહનો તહેલકો, રોહિત શર્માને પછાડીને જીત્યો આ મોટો એવોર્ડ...  

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટી 20 વર્લ્ડ કપ જીતનું આજે બીજું મોટું ઈનામ મળ્યું છે. બુમરાહને આજે આઈસીસીના એક મોટા એવોર્ડથી સન્માનિત કરાયો છે. ICCએ જસપ્રીત બુમરાહને જુન મહિનાના પ્લેયર ઓફ ધ મંથ વિજેતા જાહેર કર્યો છે.

  • રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને પછાડ્યાં

જૂન 2 થી 29 ની વચ્ચે રમાયેલા T20 વર્લ્ડ કપમાં પ્રદર્શનને આધારે ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે ત્રણ નામો નોમિનેટ કરાયાં હતા. જસપ્રીત બુમરાહની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. બુમરાહને ICC T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

  • બુમરાહે વર્લ્ડ કપમાં કેટલી વિકેટ લીધી?

30 વર્ષીય બુમરાહે T20 વર્લ્ડ કપમાં 8.26ની એવરેજથી કુલ 15 વિકેટ લીધી હતી, જે દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર 4.17 હતો.