bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમિતાભ બચ્ચનને 'લતા દીનાનાથ મંગેશકર' એવોર્ડથી કરાશે સન્માનિત....

 

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તેણે પોતાના દમદાર અભિનય માટે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. આ દરમિયાન, મેગાસ્ટારને વધુ એક મોટો ખિતાબ મળવ જઈ રહ્યો છે. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ એવોર્ડ દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, લોકો અને સમાજ માટે યોગદાન આપ્યું હોય.

અમિતાભ બચ્ચનની સાથે ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને રણદીપ હુડાને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. આ પુરસ્કાર લતા મંગેશકરની યાદમાં બનાવવામાં આવ્યો છે, જેઓ વર્ષ 2022માં દુનિયાને અલવિદ કહ્યું હતું. આ એવોર્ડ ખાસ કરીને એવા લોકો માટે છે જેમણે પોતાના કામ દ્વારા સમાજ પર મોટી અસર કરી છે.

આ એવોર્ડ અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. અખબારી યાદીમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે ભારતીય સંગીતમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે એઆર રહેમાનને માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ આપવામાં આવશે. એટલું જ નહીં, રણદીપ હુડ્ડાને પણ આ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આ એવોર્ડ લતા મંગેશકરની નાની બહેન આશા ભોંસલેને આપવામાં આવ્યો હતો. લતા મંગેશકર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતોની ભેટ હંમેશા બધાની સાથે રહેશે. હિન્દી સિનેમામાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહીં. લતા મંગેશકરે પોતાની કારકિર્દીમાં 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.