ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બરાબર નથી ચાલી રહ્યું એવા સમાચાર આવતા રહે છે. એક તરફ હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં ખૂબ સારું પ્રદર્શન કર્યું તો બીજી તરફ તેના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા હતા. એવામાં હવે હવે નતાશાનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
છેલ્લા થોડા સમયથી નતાશા સ્ટેનકોવિક ન તો હાર્દિકને સપોર્ટ કરતી જોવા મળે છે અને ન તો તે તેની સાથે કોઈ ફંક્શનમાં જોવા મળે છે. તાજેતરમાં અંબાણી ફંક્શનમાં પણ હાર્દિક પંડ્યાનો આખો પરિવાર જોવા મળ્યો હતો, પરંતુ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ગાયબ હતી. જેના કારણે લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે છૂટાછેડાના સમાચાર સાચા છે કે કેમ.
એવામાં ગઇકાલે રાત્રે નતાશા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નતાશા તેના પુત્ર અને સામાન સાથે વહેલી સવારે ફ્લાઈટ પકડીને તેના માતાપિતાના ઘરે જતી જોવા મળે છે. આ દરમિયાન તેમના ફોનનું વોલપેપર પણ દેખાય છે જેમાં તેના દીકરાનો ફોટો છે.
મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થતાં પહેલાં નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં સૂટકેસનો ફોટો પણ શેર કર્યો હતો. સૂટકેસના ફોટોની સાથે નતાશાએ કેપ્શનમાં લખ્યું હતું - આ વર્ષનો તે સમય છે સાથે જ ઘણા ઇમોજીસ પોસ્ટ કર્યા.નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટ અને તેના એરપોર્ટ પર સ્પોટ થવાને કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે છૂટાછેડા બાદ હવે હાર્દિકની પત્ની સર્બિયામાં તેના ઘરે જઈ રહી છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology