બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની IPL ટીમ KKR ફાઇનલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પરંતુ મેચ બાદ કિંગખાન એટલે કે શાહરૂખનની તબિયત કથળી હતી.જેથી તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ત્યારે જૂહી ચાવલાએ કિંગ ખાનની તબિયત અંગે વાત કરી છે.
અમદાવાદની કેડી હોસ્પિટલમાં શાહરૂખ ખાનને હીટ સ્ટ્રોક આવ્યાં બાદ દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં અભિનેત્રી જુહી ચાવલા તેની પાસે ખબર કાઢવા પહોંચી હતી. આ બાદ જુહી ચાવલા મીડિયા સાથે વાત કરતી હતી ત્યારે અભિનેત્રીએ શાહરુખના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું.
શાહરૂખ ખાન માટે મંગળવારએ ખુબ જ સારો દિવસ હતો કારણ કે તેની IPL ટીમ KKR ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતાં.ત્યારે શાહરૂખ ખાન ડિહાઇડ્રેશનથી પીડિત હતો માટે તે શાહરૂખ ખાન અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કિંગ ખાન કેડી હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ શાહરૂખ ડિહાઈડ્રેશનનો શિકાર બન્યો હતો. ત્યારે અભિનેતાની ખાસ મિત્ર જૂહીએ કિંગ ખાનની તબિયત અંગે ઉપડેટ આપ્યું હતું.
શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય પર જૂહી ચાવલાએ વાત કરતાં કહ્યું કે, 'શાહરૂખની મંગળવારે રાત્રે તબિયત સારી ન હતી, પરંતુ તેની કાળજી લેવામાં આવી રહી છે અને આજે (બુધવાર) સાંજે તે વધુ પહેલા કરતાં સારું અનુભવી રહ્યો છે. તે જલ્દીથી ઠીક થઈ જશે અને જ્યારે ફાઈનલ રમીશું ત્યારે અઠવાડિયાના અંતે ટીમને કિંગખાન ઉત્સાહિત કરશે.ઘણી જગ્યાએ અને ઘણા સ્ત્રોતમાંથી એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology