bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પતિ KL રાહુલની બેટિંગ પર ફિદા થઇ આથીયા શેટ્ટી, સોશિયલ મીડયા પોસ્ટ મૂકી દર્શાવ્યો પ્રેમ...   

સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અથિયા શેટ્ટી દરરોજ એક યા બીજી પોસ્ટ શેર કરતી રહે છે અને તેની તે પોસ્ટના કારણે તે હેડલાઈન્સમાં પણ રહેતી જોવા મળે છે.

તાજેતરમાં અભિનેત્રીએ એક નવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં આથિયાએ તેના પતિ અને ક્રિકેટર કેએલ રાહુલ પર તેના જોરદાર પરફોર્મન્સના કારણે ઘણો પ્રેમ વરસાવ્યો છે અને તેની પ્રશંસા કરી છે.

ખરેખર, IPL 2024માં ગઈ કાલે લખનઉં સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં જીતનારી ટીમ લખનઉંના કેપ્ટન કેએલ રાહુલે શાનદાર રન બનાવ્યા અને પોતાની ટીમને 8 વિકેટે જીત અપાવી. રાહુલની પત્ની પણ તેની શાનદાર બેટિંગની ચાહક બની ગઈ હતી.
    
જો કે આથિયા શેટ્ટી હંમેશા તેના પતિ કેએલ રાહુલની ચીયરલીડર રહી છે અને તે આ વખતે પણ તેના પતિની શાનદાર રમતની ચાહક બની ગઈ છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કેએલ પર પ્રેમ વરસાવી રહી છે.

આથિયાએ કેએલ રાહુલની એક તસવીર શેર કરી જેના પર લખ્યું હતું – ‘કેએલ રાહુલ આજે રાત્રે 31 બોલમાં 53 રન.’ આ પોસ્ટ શેર કરતી વખતે, અથિયાએ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘And This Guy…’ અથિયાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે પણ રાહુલની મેચ વિનિંગ ઇનિંગ્સ જોઈને ખુશ થઈ ગઈ છે.

રાહુલે 53 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આથિયા શેટ્ટી પોતાના પતિની આ શાનદાર ઈનિંગ્સ જોઈને ઘણી ખુશ છે. આ અંગે તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી પર કેએલ રાહુલની તસવીર શેર કરી છે અને હાર્ટ ઈમોજી મુક્યુ હતુ.