મહેસાણામાં સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ છવાયો છે,આજે વિલિયમ્સની ફોટા સાથે શોભાયાત્રા નીકળશે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.9 મહિના પહેલા પ્રજવલિત કરાયેલ અખંડ દીવા સાથે શોભાયાત્રા નીકળશે તો,ગ્રામજનોએ સહી સલામત પરત આવે તે માટે દીવો પણ કર્યો હતો,પ્રજવલિત કરાયેલ દીવો દોલા માતાજી મંદિરે રખાયો હતો.
સમગ્ર ઝુલાસણ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
સુનિતા વિલિયમન્સના ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ગ્રામજનોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી અને એકબીજાને મીઠુ મો પણ કરાવ્યુ હતુ.ગ્રામજનોનું કહેવું છે કે વિલિયમન્સને કોઈ તકલીફ ના પડે પરત ફરવામાં તે માટે રાત દિવસ પ્રાર્થના કરવામા આવતી હતી,ત્યારે સહી સલામત રીતે પરત ફર્યા છે તે માટે ગ્રામજનો ઢોલના તાલે ઝુમી ઉઠયા હતા.
અમદાવાદમાં સુનિતા વિલિયમ્સના પરિવારમાં ખુશી
સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે,તો પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી છે,તોઅમદાવાદમાં પરિવાર-સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે ઉજવણી કરી છે,તો સંદેશ ન્યૂઝ સાથે સુનિતા વિલિયમસના ભાઈએ કરી વાતચીત.
પહેલેથી નક્કી કરેલી યોજના કેવી રીતે બદલાઈ?
જૂન 2024
સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે 5 જૂન, 2024ના રોજ પૃથ્વી છોડી દીધી, માત્ર થોડા સમય માટે ISS પર રહેવાની યોજના હતી. જો કે, થોડા સમય પછી, ઇજનેરોએ સ્ટારલાઇનરમાં હિલીયમ લીક અને પ્રોપલ્શન સિસ્ટમમાં ખામી શોધી કાઢી, જે અવકાશયાનને પરત કરવા માટે અસુરક્ષિત બનાવે છે.
ઑગસ્ટ 2024
નાસાએ વિલંબનો સ્વીકાર કર્યો અને 2025ની શરૂઆતમાં સ્પેસએક્સ મિશન દ્વારા વૈકલ્પિક પરત ફરવા માટે આયોજન કરવાનું શરૂ કર્યું
સપ્ટેમ્બર 2024
સ્ટારલાઈનર અવકાશયાત્રીઓ વિના પૃથ્વી પર પાછું ફર્યું, અન્ય અવકાશયાન માટે ડોકીંગ પોર્ટ મુક્ત કર્યું. ISS સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર માટે સુરક્ષિત પરત ફરવાના વિકલ્પની રાહ જુએ છે. ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology