વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આજે તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. સામાન્ય નાગરિકોને આ બજેટથી ઘણી આશા છે. બજેટમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે રોડમેપ રજૂ કરવામાં આવી શકે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર વિધાન પરિષદ પહોંચ્યા. જ્યારે તેમને રાજ્યને વિશેષ દરજ્જો મળવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ઈશારામાં કંઈક કહ્યું અને ગૃહની અંદર ગયા. નીતિશ કુમારે કહ્યું કે ધીરે-ધીરે બધું ખબર પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકે કેન્દ્રીય બજેટ 2024ને મંજૂરી આપી દીધી છે. થોડી જ ક્ષણો બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જાહેરાત કરશે. લોકસભામાં સતત સાતમી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણા મંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology