રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરેક રામ ભક્તોની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આસ્થા ટ્રેન દોડવામાં આવી રહી છે. ત્યારે સુરતથી અયોધ્યા જઈ રહેલી ટ્રેન પર મોડીરાત્રે કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ ટ્રેન સુરતથી રાત્રે આઠ વાગ્યે અયોધ્યા માટે રવાના થઈ હતી. જેવી આ ટ્રેન નંદુરબાર પહોંચી કે રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં અચાનક ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો. જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા હતા અને ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરવા લાગ્યા હતા. આમ છતાં ડઝનબંધ પથ્થરો ટ્રેનની અંદર પહોંચી ગયા. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફ ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ ટ્રેનને રવાના કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જીઆરપી અનુસાર, આસ્થા સ્પેશિયલ ટ્રેન રવિવારે રાત્રે 8 વાગ્યે સુરતથી અયોધ્યા માટે રવાના થઈ હતી. આ ટ્રેનમાં કુલ 1340 મુસાફરો હતા. ટ્રેનમાં સવાર મુસાફરો ભોજન ખાઈને અને ભજન ગાતા સૂઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં રાતના 11 વાગી ગયા હતા અને ટ્રેન નંદુરબાર પહોંચી હતી. ટ્રેન અહીં રોકાતા જ અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો.
મુસાફરોના જણાવ્યા અનુસાર ઘણી બાજુથી પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા. એવી આશંકા છે કે પથ્થરબાજો માત્ર એક જ વ્યક્તિ નહીં પરંતુ અનેક લોકો હતા. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરો ડરી ગયા અને પોતાનો બચાવ કરવા લાગ્યા. મુસાફરોએ ઉતાવળમાં ટ્રેનની બારી અને દરવાજા બંધ કરી દીધા હતા. આમ છતાં કોચની અંદર અનેક પથ્થરો આવી ગયા. સદનસીબે આ પથ્થરોથી કોઈને ઈજા થઈ ન હતી. માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને થોડીવાર તપાસ કર્યા બાદ ટ્રેનને આગળ મોકલી હતી.
જીઆરપીએ કહ્યું કે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીએ ગુજરાતથી પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા માટે રવાના કરવામાં આવી હતી. મહેસાણા રેલ્વે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં આવી જ કેટલીક વધુ ટ્રેનો ગુજરાતના અન્ય સ્ટેશનો પરથી દોડશે. આ ક્રમમાં રવિવારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને સુરતથી રવાના કરવામાં આવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology