bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત: કારચાલકની બેદરકારીથી 6 લોકોએ જીવ ગુમાવ્યો...

 

કર્ણાટકના બેલગવીથી લગભગ 90 કિમી દૂર દત્ત જાંબોટી રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આજે જણાવ્યું હતું કે અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર કારના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને નજીકમાં ઉભેલા બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ દરમિયાન પાર્ક કરેલા વાહન પાસે ઉભેલા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક હનમંત મલપ્પા મલ્યાગોલનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મૃતકોની ઓળખ એકનાથ ભીમપ્પા પદ્તારી (22), મલ્લિકાર્જુન રામાપ્પા મરાઠે (16), આકાશ રામાપ્પા મરાઠે (14), લક્ષ્મી રામાપ્પા મરાઠે (19) અને નાગપા લક્ષ્મણ યાદવન્નાવર (48) તરીકે થઈ છે. મુરગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.બેલાગવી જિલ્લાના પોલીસ અધિક્ષક ભીમાશંકર ગુલેડે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. તેમણે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, વધુ ઝડપે વાહન ચલાવવાનું ટાળવા અને જીવ બચાવવા અપીલ કરી હતી.