લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણ પહલ ચહલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના ભેંસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે પોતના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.
સી આર પાટીલના હસ્તે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સાથે તેમના લગભગ 1500થી વધારે સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ એટલે તેઓ પરત ભાજપમાં ફર્યાં છે.
આ વેળાએ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કંઈ જ લેવાનું નથી, તે કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. જે ભગવાન રામનો વિરોધ કરતા હોય તો ત્યાં રહેવું યોગ્ય નથી. જેથી હું ભાજપ જોડાયો છું. આપને જણાવી દઈએ કે, 2022માં ચિરાગ પટેલનો 3,711 મતથી વિજય થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology