bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

લાલકૃષ્ણ અડવાણીને મળશે 'ભારત રત્ન' સન્માન, PM મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી...


લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે.  2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદના ઉમેદવાર પણ રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. આની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.