મહારાષ્ટ્રના લાતુરમાં ભીષણ આગ લાગી છે. અને આ આગને કારણે ઘણી દુકાનો બળીને ખાખ થઈ. અચાનક લાગેલી આગને કારણે એક પછી એક અડધો ડઝન જેટલી દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. આગના કારણે આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટાની જાણ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે ફાયર એન્જિનોને બોલાવ્યા, ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી.
પોલીસે જણાવ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ કૂલિંગની પ્રક્રિયા ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ કારણ હોઈ શકે છે. આ ઘટનામાં કોઇ જ જાનહાની થઇ નથી. 60 ફૂટ રોડ માર્કેટ વિસ્તાર છે. અહીં અનેક દુકાનો આવેલી છે. સદનસબીને આગની ઘટનામાં મોટું નુકસાન થયું નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology