UGC નેટ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે. NTA એ રાત્રે UGC-NET સહિત રદ કરાયેલ અને મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી હતી. NTAએ કહ્યું કે, 'UGC-NET હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવશે.' શિક્ષણ મંત્રાલયને પરીક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, 'પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું અને ટેલિગ્રામ એપ પર સર્ક્યુલેટ થયું હતું. આ વખતે પરીક્ષા ઓનલાઈન અને એક જ દિવસમાં લેવામાં આવી હતી.' આ નવી પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટની અગાઉની પેટર્ન પર લેવામાં આવશે. CSIR UGC-NET, જે સાવચેતીના પગલા તરીકે સ્થગિત કરવામાં આવી હતી, તે હવે 25 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે.નેટની પરીક્ષા જૂન મહિનાની 18મીએ યોજાઈ હતી અને તેમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જોકે, પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયે પણ તેની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. જેના કારણે તે આ દિવસોમાં અલગ અલગ જગ્યાએ દરોડા પણ પાડી રહી છે. શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે પરીક્ષામાં થતી ગેરરીતિ અંગે માહિતી આપી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology