bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોલકાતા રેપ કાંડમાં સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ, કહ્યું 'આ મામલો ઘણો ગંભીર છે....'  

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાશે- CJI પ્રિન્સિપલે તેને સુસાઇડ ગણાવ્યું છે. પીડિત પરિવારને બોડી પણ આપવામાં નથી આવી. મોડી સાંજ સુધી FIR પણ થઇ નહતી. કોર્ટનું કહેવું હતું કે અમને ડૉક્ટરની સુરક્ષાની ચિંતા છે. કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઇ? જ્યારે 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘુસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરતી હતી. ત્યાં ઘણી ગંભીર ઘટના બની છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ, ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે  કોલકાતામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે જાહેરાત કરી કે, તે ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે. CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. SCએ આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, પીડિતાની ડેડ બોડી બતાવવામાં આવી છે. CJIએ કહ્યું, અમે દરેક જગ્યાએ જોયું કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી હતી, જ્યારે આવું ન થવું જોઈતું હતું. કોર્ટે પૂછ્યું કે, પ્રિન્સિપાલે શરૂઆતમાં હત્યાને આત્મહત્યા કેમ ગણાવી?