તાજેતરમાં હિંદુ ધર્મગુરુ રામગિરી મહારાજે નાસિક જિલ્લાના સિન્નર તાલુકાના શાહ પંચાલે ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પૈગંબર મોહમ્મદ અને ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને શુક્રવારે વિવાદ સર્જાયો હતો. રામગિરી મહારાજના ભડકાઉ ભાષણના કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
તેમની ટિપ્પણીથી ગુસ્સે થઈને મુસ્લિમ સમુદાયના સભ્યોએ મહારાષ્ટ્રના બે જિલ્લામાં રામગિરી મહારાજ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંસક અથડામણમાં 18 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ભદ્રકાલી વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
રામગિરી મહારાજ નાસિકમાં ધાર્મિક સંસ્થા ચલાવે છે. વૈજાપુર પોલીસે શુક્રવારે મહારાજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધી છે. મહારાજ વિરુદ્ધ નિવેદનો કરીને જાણી જોઈને લોકોની લાગણી ભડકાવવાનો આરોપ છે.
સંભાજીનગરમાં રામગીરી મહારાજ સામે એફઆઈઆર નોંધાયાના કલાકો પછી, સીએમ શિંદે સિન્નાર, નાસિકમાં રામગીરી મહારાજ દ્વારા આયોજિત અખંડ હરિનામ સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં અમારી સરકાર દરમિયાન કોઈપણ ધાર્મિક નેતાને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આપણી સરકાર આવા મહાન સંતોના આશીર્વાદથી ધન્ય છે. મહારાષ્ટ્રમાં કોઈ સંતોને સ્પર્શ પણ નહિ કરી શકે.'
સીએમ શિંદે સાથે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્ય મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે રામગીરી મહારાજના નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મહારાજે કોઈપણ મુદ્દા પર કઈ કહ્યું હોય તો તેને ખોટી રીતે સોશિયલ મીડિયા પર શેર કરવું અયોગ્ય છે. પોલીસ આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે.
તેમની સામે નોંધાયેલ કેસ અને સેંકડો લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેના પર ટિપ્પણી કરતા રામગિરી મહારાજે કહ્યું કે જ્યારે મને સરકાર તરફથી નોટિસ મળશે ત્યારે હું આ બાબતે ટિપ્પણી કરીશ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology