ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી બનારસ પહોંચ્યા હતા. બે દિવસના વારાણસી પ્રવાસ પર પહોચેલા પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોડી સાંજે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને પાંચમી વખત ગંગા આરતીમાં ભાગ લીધો છે. આ પહેલા તેમણે ગંગાની પૂજા કરી હતી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.પીએમ નરેન્દ્ર મોદીએ બનારસના પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગાની પૂજા કર્યા બાદ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. લગભગ 40 મિનિટ સુધી ગંગા આરતીમાં ભાગ લીધો હતો.પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે માતા ગંગાની પૂજા કર્યા બાદ આરતી કરી હતી. પીએમએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા કરી હતી. ઘાટ પર હર હર મહાદેવ અને મા ગંગાના નારા ચાલુ રહ્યા. પીએમ મોદીની ગંગા આરતીમાં ભાગ લેવા માટે ઘાટને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ઘાટને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. પીએમ મોદીની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ગંગા આરતીમાં ભાગ લીધો હતો.ગંગા આરતી દરમિયાન દશાશ્વમેધ ઘાટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. સુરક્ષાકર્મીઓ આસપાસની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા આ અગાઉ કાશીના લોકોએ પીએમ મોદીના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કારની અંદરથી હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું પીએમ મોદીએ મોડી સાંજે ગંગા આરતીમાં ભાગ લીધો
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology