ઈતિહાસમાં 25 જૂનનો દિવસ ભારત માટે મહત્વપૂર્ણ છે. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે દેશમાં કટોકટી અમલમાં હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણ પર ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી.
લગભગ સાડા ચાર દાયકા પહેલા આ દિવસે દેશની જનતાએ રેડિયો પર એક જાહેરાત સાંભળી હતી. આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. ભારતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વર્ષો પછી પણ દેશની લોકશાહીનું ગૌરવપૂર્ણ ચિત્ર વિશ્વ સમક્ષ દેખાય છે. પરંતુ, આજે પણ 25 જૂનનો દિવસ લોકશાહીના કાળા અધ્યાય તરીકે નોંધાયેલો છે.
ભાજપ કોંગ્રેસ પાર્ટી સામે ઈમરજન્સીના સૌથી મજબૂત હથિયારનો ઉપયોગ કરી રહી છે. લોકોની સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોના પ્રશ્ને કોંગ્રેસ પર 19 મહિના લાંબી કટોકટી એક ડાઘ બનીને રહી છે અને ભાજપે તેનો વારંવાર કોંગ્રેસ અને ગાંધી પરિવાર વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. ઇમરજન્સીની 50મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને કહ્યું કે જે માનસિકતાના કારણે ઇમરજન્સી લાદવામાં આવી હતી તે જ પાર્ટીમાં ખૂબ જીવંત છે. પરંતુ ભારતના લોકોએ તેમના કાર્યોથી જોયું છે અને તેથી જ તેઓએ તેમને વારંવાર નકારી દીધા છે.
ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે '25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા, દેશ પર કટોકટી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો.
ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરશે.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology