bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હાર-જીત થાય, સ્મૃતિ ઈરાની અથવા કોઈ નેતા સામે અપમાનજનક શબ્દપ્રયોગ ન કરશો', રાહુલની લોકોને અપીલ...

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર વિવાદાસ્પદ નિવેદનો કરનારાઓને સલાહ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'હાર અને જીત જીવનનો એક ભાગ છે અને તે ચાલ્યા કરે છે. હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાનીજી અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે ખરાબ વર્તન તથા અપમાનજનક શબ્દપ્રયોગ કરશો નહીં. કોઈનું અપમાન કરવું અથવા કોઈને નીચું બતાવવું એ શક્તિશાળી હોવાનું પ્રદર્શન નથી, પરંતુ નબળા હોવાનું પ્રદર્શન છે. આવું કોઈએ ન કરવું જોઈએ.'

  • સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કર્યો

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મતિ ઈરાનીએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. તેમને લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ બંગલો મળ્યો હતો. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમની કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા હારી ગયા હતા. 

સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કરવા પર સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ કોમેન્ટ કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવા અપીલ કરી હતી.