bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

NEETને લઈને સંસદમાં ફરી હંગામો, રાહુલ ગાંધીએ કહ્યું- લોકસભામાં આખો દિવસ ચર્ચા થવી જોઈએ...

સંસદ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદ શરૂ થતાં જ વિપક્ષે એજન્સીઓના દુરુપયોગનો વિરોધ શરૂ કરી દીધો હતો. રાહુલ ગાંધીએ ફરીથી સંસદમાં NEET-UG પરીક્ષા મુદ્દે ચર્ચાની માંગ કરી છે. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. જે બાદ સંસદમાં હોબાળો શરૂ થયો હતો. સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. પાંચમા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ NEET પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને ચર્ચાની માંગ કરી. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જોકે વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. આજે બંને ગૃહમાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.આ તરફ હવે ભારે હોબાળા વચ્ચે વિરોધ પક્ષોના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું છે.