વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ એક દિવસ પહેલા જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસને પરજીવી ગણાવતા પીએમ મોદીએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તો આજે રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, 60 વર્ષ પછી એવું બન્યું છે કે ત્રીજી વખત સરકાર આવી છે. છ દાયકા પછી બનેલી આ ઘટના એક અસામાન્ય ઘટના છે. કેટલાક લોકો જાણી જોઈને મોઢું ફેરવીને બેઠા હતા. કારણ કે તેમને કશું પણ સમજાયું નહીં. જે લોકોને સમજાયું છે તે હોબાળો કરવાની દિશામાં દેશની જનતાની તર્કસંગતતાને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
પીએમ મોદીએ અભિભાષણમાં કહ્યું કે, છેલ્લા બે દિવસથી મેં જોયું છે કે હાર પણ સ્વીકારવામાં આવી રહી છે, જીતને પણ કર્કશ મનથી સ્વીકારવામાં આવી રહી છે. હું અમારા કેટલાક કૉંગ્રેસના સાથીદારોનો દિલથી આભાર માનું છું કે જ્યારથી પરિણામો જાહેર થયા છે ત્યારથી તેમની પાર્ટી સમર્થન તો નથી આપી રહી પરંતુ, એકલા ઝંડા લઈને દોડી રહ્યા હતા. જેઓ આવું કહેતા હતા તેમના મોંમાં ઘી-સાકર હતી. અમારી સરકારના 10 વર્ષ થયા, હજુ 20 વર્ષ બાકી છે. અમારી સરકારનો એક તૃતીયાંશ પૂર્ણ થયો છે, હજુ બે તૃતીયાંશ બાકી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશવાસીઓએ ભ્રમના રાજકારણને ઠુકરાવ્યું છે અને વિશ્વાસની રાજનીતિને મંજૂરી આપી છે. જાહેર જીવનમાં મારા જેવા ઘણા એવા લોકો છે જેમના પરિવારમાંથી સરપંચ પણ નથી બન્યા અને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ આજે તેઓ મહત્વના હોદ્દા પર પહોંચી ગયા છે. તેનું કારણ બાબાસાહેબે આપેલું બંધારણ છે. અમારા જેવા લોકો અહીં સુધી પહોંચ્યા તેનું કારણ બંધારણ અને જનતાની મંજૂરી છે. આપણા માટે બંધારણ એ માત્ર કલમોનો સંગ્રહ નથી, તેની ભાવના પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ પરિસ્થિતિમાં બંધારણ આપણને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. જ્યારે અમારી સરકાર વતી લોકસભામાં એવું કહેવામાં આવ્યું કે અમે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવીશું, હું હેરાન છું કે, આજે લોકો બંધારણની નકલ લઈને કૂદતા મારતા રહે છે, તે લોકો વિરોધ કરી રહ્યા હતા કે, ઉજવણી માટે 26 જાન્યુઆરી તો છે જ ને!
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology