હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ- કાશ્મીર અને તેને અડીને આવેલા ઉત્તર પાકિસ્તાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે.
પૂર્વ બિહારથી ઉત્તરપૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યું છે. એક ટ્રફ વિદર્ભથી મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્ર થઈને કર્ણાટક-ગોવાના કિનારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી વિસ્તરે છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. દક્ષિણ આંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી ટ્રફ વિસ્તરેલુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પહોંચશે.
આગામી 24 કલાક દરમિયાન 21 થી 26 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.21 અને 23 એપ્રિલની વચ્ચે, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણામાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન (30-40 કિમી પ્રતિ કલાક) સાથે વરસાદ પડી શકે છે.પૂર્વોત્તર ભારતમાં 20 થી 24 એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા છે.21 અને 26 એપ્રિલે સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 21 અને 26 એપ્રિલની વચ્ચે અને કોંકણ અને ગોવામાં 21 અને 22 એપ્રિલે હળવો વરસાદ થઈ શકે છે.કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં 21 થી 24 એપ્રિલની વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology