લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે એટલે કે મંગળવાર (7 મે, 2024)ના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ પહેલા પીએમ મોદીએ ત્રીજા તબક્કામાં મતદાનનો રેકોર્ડ બનાવવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ વહેલી સવારે અમદાવાદ પહોંચીને મતદાન કર્યું હતું. જોકે 94 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુજરાતના સુરતમાં બિનહરીફ ચૂંટણી જીતી છે. આ તબક્કામાં માત્ર 93 બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે.
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે અમદાવાદમાં રાણીપ કે નિશાન સ્કૂલ પહોંચ્યા અને મતદાન કર્યું. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલના બૂથ પર પહોંચ્યા અને મતદાન કર્યું. વોટ આપવા પોંહચીયાં હતા
ત્રીજા તબક્કામાં ગોવામાંથી 2, ગુજરાતમાંથી 25, છત્તીસગઢમાંથી 7, કર્ણાટકમાંથી 14, આસામમાંથી 4, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 7, મધ્યપ્રદેશમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 11, ઉત્તર પ્રદેશમાંથી 10, પશ્ચિમમાંથી 4 બંગાળ, દાદર નગર હવેલી અને દમણ દીવની બેઠકો પર લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટવા માટે વોટિંગ મશીનની સામે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં હનોલ પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો
ભાવનગરના આંબેડકર ભવન ખાતે જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. પોતાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે મતદાન કર્યું. જીતુ વાઘાણી પૂર્વ શિક્ષણ પ્રધાન છે.
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુરના એક મતદાન મથક પર મતદાન કર્યું. જેનેલિયા દેશમુખે આ અવસર પર કહ્યું કે "આ એક મહત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ મત આપવો જોઈએ..."
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન કર્યું. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવિયાને અને ભાજપે પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યુ છે. હર્ષ સંઘવી ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને વાજતે ગાજતે મતદાન મથક
પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે. નવસારી લોકસભા મત વિસ્તારમા હર્ષ સંઘવી રહે છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ છે.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે માતા પિતાના આશીર્વાદ લઇ મતદાન કર્યું.ગેનીબેન ઠાકોર મતદાન કરતી વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology