Paytm ફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. NHAIએ 32 બેંક પાસેથી જ હવે FASTag ખરીદવાની અપીલ કરી છે. જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું નામ સામેલ નથી. પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે કેમ કે ફાસ્ટેગની સુવિધા આપવા માટે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હવે રજિસ્ટર્ડ નથી.
આઈએચએમસીએલે જણાવ્યું કે, ફાસ્ટેગને 32 બેંક પાસેથી ખરીદવાનું રહેશે, જેમાં Paytm પેમેન્ટ બેંકનું નામ નથી. ફાસ્ટેગ ખરીદવા માટે Paytm પેમેન્ટ બેંકને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, જે લોકોએ Paytm ટેગ મેળવ્યા છે, તેમણે સરેન્ડર કરવું પડશે અને રજિસ્ટર્ડ બેંકમાંથી નવા ટેગ ખરીદવા પડશે. Paytm ફાસ્ટેગને લઈને આરબીઆઈએ જણાવ્યું કે, '29 ફેબ્રુઆરી બાદ Paytm ફાસ્ટેગનો ઉપયગો કરી શકાશે નહીં.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology