મળતી માહિતી અનુસાર બેંગલુરુમાં આ વખતે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે પાણીની તંગી પડી રહી છે. ગત ચોમાસામાં કર્ણાટકમાં વરસાદ સામાન્ય કરતા ઓછો પડ્યો છે, જેને કારણે ઘણા બધા બોરવેલ સુકાઈ ગયા છે. મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉંડા ઉતરી ચૂક્યા છે. આ ઉપરાં માફિયાને પણ જળ સંકટ માટે જવાબદાર ગણાવાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે પાણીના માફિયાઓ પાણી ખેંચીને વેચી નાખે છે, જેને કારણે પણ તંગી સર્જાઈ રહી છે. એટલે જ કર્ણાટક સરકાર પ્રાઈવેટ બોરવેલ પર પણ કબજો કરી રહી છે.
તો કર્ણાટકની સરાકરે જળસંકટને દૂર કરવા માટે 556 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. જે મુજબ દરેક ધારાસબ્યને પોતાના મતવિસ્તારમાં પાણીની અછત દૂર કરવા માટે 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક તંત્રને પણ 148 કરોડ અને 128 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી પાણીની વ્યવસ્થા થઈ શકે.
હાલ બેંગલુરુ શહેરની વસ્તી લગભગ 1 કરો઼ડ જેટલી થઈ ચૂકી છે. શહેરમાં વધતી વસ્તીને કારણે પાણીની જરૂરિયાત પણ વધી છે. બીજી તરફ શહેરમાં ઝાડ ઓછા થઈ રહ્યા છે, જેને કારણે ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે. કર્ણાટક સરકારનું કહેવું છે કે જ્યાં સુધી કાવેરી નદી પર ડેમ નહીં બને ત્યાં સુધી જળ સંકટ દૂર નહીં થાય. જો કે સરકાર એ સ્પષ્ટ નથી કરી રહી કે આ ડેમ ક્યારે બનશે અને ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે. બીજી તરફ કાવેરી નદીને લઈને તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે વિવાદ પણ ચાલી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology