bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બોન્ડના નંબર જાહેર કરો', ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે SBI પર ભડકી સુપ્રીમ કોર્ટ...  

 

ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચમાં સુનાવણી થઈ. CJI ચંદ્રચુડની બેન્ચે SBIને ઈલેક્ટોરલ બોન્ડ નંબર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ચૂંટણી પંચની ડેટાની માંગ સાથે પણ સંમત થયા હતા.

CGI ચંદ્રચુડે કહ્યું કે અમે આદેશ આપ્યો હતો કે તમે સંપૂર્ણ ડેટા જાહેર કરશો, પરંતુ તમે સંપૂર્ણ ડેટા આપ્યો નથી. સુપ્રીમ કોર્ટે SBIને પૂછ્યું કે તમે અમારા આદેશ પછી પણ યુનિક નંબર કેમ જાહેર ન કર્યો? સુપ્રીમ કોર્ટે SBIને બોન્ડ નંબર જાહેર કરવા જણાવ્યું હતું. આ પછી એસજીએ કહ્યું કે SBI આ કેસમાં પક્ષકાર નથી.

તેના પર CJIએ કહ્યું કે SBIએ ચૂંટણી પંચને તમામ માહિતી શેર કરવી જોઈતી હતી. ખરીદીની તારીખ, રીડેમ્પશનની તારીખ વગેરે.. SBIએ ઈલેક્ટોરલ બોન્ડનો નંબર શેર કર્યો નથી. આ પછી સુપ્રીમ કોર્ટે SBIને નોટિસ ફટકારી છે અને હવે આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 11 માર્ચના આદેશના એક ભાગમાં સુધારો કરવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે આદેશમાં કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન સીલબંધ કવરમાં તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની નકલો ચૂંટણી પંચની ઓફિસમાં રાખવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે તેણે દસ્તાવેજોની કોઈ નકલ રાખી નથી.