ઉત્તર પ્રદેશના કાનપુરના દેહતમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. અહીં ર ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કાબુ બહાર જઈને નાળામાં ખાબકી હતી.. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ જેસીબીની મદદથી કારને બહાર કાઢી હતી.
આ અકસ્માત સિકંદરા-સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે થયો હતો. કારમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ લોકો ઈટાવાના ફુક ગામમાંથી તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. કાર જગન્નાથપુર પહોંચી કે તરત જ સ્વિફ્ટ કાર કાબૂ બહાર ગઈ અને નાળામાં પડી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ સાથે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેસીબીને સ્થળ પર બોલાવવામાં આવી હતી. જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં 6 લોકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. બે બાળકોની હાલત ગંભીર હોવાથી કાનપુર સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકો મુર્રા ગામ અને ડેરાપુરના શિવરાજપુર ગામના રહેવાસી હતા
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology