ઝારખંડ મુક્તિ મોરચાના ચંપાઈ સોરેનને આજે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ઉપરાંત બે મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ લેનારા મંત્રીઓના નામ છે- આલમગીર આલમ, સત્યાનંદ ભોક્તા. મળતી માહિતી મુજબ, ધારાસભ્યોને શપથ લેતાની સાથે જ હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યા છે જેથી પાર્ટીમાં કોઈપણ પ્રકારના વિભાજનને રોકી શકાય. 5મી ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ યોજાનાર છે.
શપથ લેતા પહેલા રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. શપથ ગ્રહણ સમારોહ રાજભવનના દરબલ હોલમાં યોજાયો હતો. હેમંત સોરેનના રાજીનામા બાદ, ચંપાઈ સોરેને તરત જ બુધવારે જ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ નવી સરકારની રચનાને લઈને ગઈકાલે આખો દિવસ અસમંજસ રહી હતી.
લગભગ 4 વર્ષ સુધી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે કામ કર્યા બાદ હેમંત સોરેને બુધવારે રાજીનામું આપી દીધું. તેમના રાજીનામા બાદ રાજ્યમાં રાજકીય સંકટ ઘેરું થવા લાગ્યું હતું. અગાઉ એવા અહેવાલ હતા કે સોરેન સત્તાની લગામ તેમની પત્ની કલ્પના સોરેનને સોંપશે. પરંતુ આવું ન થયું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology