bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માતમમાં ફેરવાયો ખુશીનો પ્રસંગ!! શાકના તપેલામાં પડી જતા દોઢ વર્ષના માસુમ બાળકનું મોત..

ઉત્તરપ્રદેશના બાંદામાં એક ખુબ જ દર્દનાક ઘટના સામે આવી.  મોટા ભાઇના જન્મદિવસની પાર્ટીમાં એક માસુમ બાળકની મોત થયું છે.  ભાઈના જન્મદિવસ દરમિયાન, બાળક ગરમ શાકના તપેલા પડ્યો. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ તેને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં રીફર કર્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. 


બદૌસા પોલીસ સ્ટેશન વિસ્તારના પતરહા પૂર્વા નિવાસી મનોજના પુત્ર અંકુશ (3)ના મોટા ભાઈ આયુષનો જન્મદિવસ હતો. અંકુશ રમી રહ્યો હતો. તે નજીકમાં રાખેલા ગરમાગરમ શાકના તપેલામાં પડી ગયો. જેના કારણે તે દાઝી ગયો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પિતા મનોજ વર્માએ જણાવ્યું કે, તેના પુત્ર આયુષનો પાંચમો જન્મ દિવસ હતો. મહેમાનો માટે ભોજન બની રહ્યું હતુ. ત્યારે જ ગરમ શાકના તપેલામાં તેમનો દોઢ વર્ષનો પુત્ર અંકુશ રમતા રમતા પટકાયો હતો.