bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાઉજ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપી મોટી રાહત,દારૂ કૌભાંડ કેસ મામલે મળ્યા જામીન....  

 

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપવામાં આવ્યા છે. તેમને 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં ચાલી રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ કોર્ટમાં EDનો પક્ષ રજૂ કરશે જ્યારે અરવિંદ કેજરીવાલ તરફથી બે વકીલો રમેશ ગુપ્તા અને રાજીવ મોહન હાજર રહ્યા છે.

અગાઉની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને અત્યાર સુધીમાં 8 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ એક પણ વખત હાજર થયા ન હતા. અગાઉ દિલ્હીની સેશન્સ કોર્ટે એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડીના સમન્સની અવગણના કરવા બદલ મુખ્ય પ્રધાન કેજરીવાલ સામે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

અગાઉ શુક્રવારે કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો. કોર્ટે અદાલતના સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને વચગાળાની રાહત માટેની તેમની અરજી પર સ્થગિત કરવાની કેજરીવાલની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર રહેવામાંથી મુક્તિ માટે નીચલી કોર્ટમાં જવા કહ્યુ હતું. કેજરીવાલે દારૂ નીતિમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDની ફરિયાદ પર તેમને સમન્સ મોકલવાના મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.કોર્ટે સમન્સ પર કોઈ સ્ટે મૂક્યો નથી જેમાં તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે.