bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભોપાલના મંત્રાલય ભવનમાં લાગી ભીષણ આગ, ઘણા જરૂરી દસ્તાવેજ સળગીને રાખ થયા....  

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના મંત્રાલયની બિલ્ડીંગમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. વલ્લભ ભવનના પહેલા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. જૂની ફાઈલો અને કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. અંદર પાંચ લોકો ફસાયા હોવાના અહેવાલ છે.

લોકો ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર આવી ગયા. ફાયર વિભાગને તરત જ આ મામલાની જાણ કરવામાં આવી હતી, જે બાદ અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી બહાર આવી નથી

આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે. હાલ ફાયર સેફ્ટી એક્સપર્ટ પંકજ ખરે પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશનું સચિવાલય વલ્લભ ભવનમાં આવેલું છે.