ઝારખંડના દુમકા જિલ્લાના હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુરુમાહાટ ખાતે સ્પેનથી આવેલી એક વિદેશી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. જોકે અત્યાર સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અન્યો નરાધમોને ઝડપી પાડવા માટે પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી અનુસાર બે અલગ અલગ બાઈક પર સ્પેનની એક મહિલા તથા એક પુરુષ ટુરિસ્ટ ફરવા નીકળ્યા હતા. મોડી સાંજે તેઓ હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં કુરમાહાટ નજીક આરામ કરવા રોકાયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર એ જ સમયે મોડી રાતે આશરે 10 વાગ્યે 7થી 8 લોકો અહીં આવ્યા હતા. આ યુવકોએ વિદેશી ટુરિસ્ટ સાથે મારપીટ શરૂ કરી અને પછી મહિલા ટુરિસ્ટ પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરાયો છે. આ ઘટનામાં બંને ટુરિસ્ટ ગંભીર રીતે ઘવાયા હતા.
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પણ મોડી રાતે ઘટનાસ્થળે ધસી આવી હતી અને બંને ટુરિસ્ટને સરૈયાહાટ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડ્યા હતા જ્યાં મહિલાઓની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતાં હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુંજી ગામના ચાર યુવકની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે ડૉગ સ્ક્વૉડની મદદથી ઓપરેશન હાથ ધર્યુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology