bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો સહિત 56 માટે ચૂંટણીની તારીખ જાહેર, 27 ફેબ્રુઆરીએ વોટિંગ.....

ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે કહ્યું કે આ 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂરો થવાનો છે. આના પર 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

  • પરિણામ 27મી ફેબ્રુઆરીએ જ આવશે

રાજ્યસભાની 56 બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે પરિણામ આવશે. પંચ 8 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડશે. નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 16મી ફેબ્રુઆરી છે. ઉમેદવારો 20મી ફેબ્રુઆરી સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.

  • લોકસભાની ચૂંટણી પહેલા આ ચૂંટણીઓ મહત્વની છે

ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની ચૂંટણીને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ 56 બેઠકો પર ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહનું રાજકીય ચિત્ર બદલાઈ જશે.