bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા...  

 


જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે સીબીઆઈના દરોડા ચાલુ છે. CBIની ટીમે મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસમાં ચાલી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા ચાલુ છે. સીબીઆઈની ટીમે મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ચાલી રહ્યા છે. અગાઉ સીબીઆઈએ વીમા કૌભાંડમાં મલિક સામે કાર્યવાહી કરી હતી. સીબીઆઈની ટીમે જે-કેમાં મલિક અને તેના નજીકના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા છે.

આ સમગ્ર મામલો જમ્મુ-કાશ્મીરમાં કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. સીબીઆઈની ટીમ આ મામલે સત્યપાલ મલિક અને તેના નજીકના સંબંધીઓ પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમે હાઈડ્રો પાવરના અધિકારીઓની ઓફિસો પર પણ દરોડા પાડ્યા છે. યુપી, બિહાર, રાજસ્થાન, મુંબઈ અને હરિયાણામાં પણ સીબીઆઈના દરોડા ચાલુ છે. દિલ્હીના સોમવિહારમાં મલિકના ફ્લેટથી લઈને તેના ગામ સુધી દરોડા પાડવામાં આવી રહ્યા છે.