bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોલકાતામાં મોટી દુર્ઘટના: 5 માળની નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ ઝુંપડપટ્ટી પર પડતાં અનેક દટાયાં, 2 લોકોનાં મોત....  

કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં મોડી રાતે એક નિર્માણાધીન બહુમાળી ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થતાં બે લોકો મૃત્યુ પામી ગયા. આ દુર્ઘટનામાં 20 થી 25 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 14 લોકોને ઈમારતના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ પાંચ માળનું નિર્માણાધીન ઈમારત ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં આવેલી હતી. આ ઘટના મધરાતના સુમારે બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. અમે કેટલાક લોકોને બચાવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ સમા બેગમ (47) અને હસીના ખાતૂન (55) તરીકે થઈ છે. 10 ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક નર્સિંગ હોમમાં, 5 SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રેસ્ક્યૂ ટીમે પણ કાટમાળમાંથી ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. કાટમાળ નીચે હજુ પણ 5-6 લોકો ફસાયા હોવાના અહેવાલ