bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યસભા માટે કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા, અજય માકનને આપી ટિકિટ...


દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવાની હોવાથી કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન  ડૉ. સૈયદ નસીર હુસૈન , જી.સી.ચંદ્રશેખરને રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તેલંગાણાથી રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમાર યાદવને ટિકિટ અપાઈ છે.

કોંગ્રેસ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી કેટલીક યાદીઓમાં સોનિયા ગાંધી ઉપરાંત ડૉ. અખિલેશ પ્રસાદ સિંહ, અભિષેક મનુ સિંઘવી અને ચંદ્રકાંત હંડોરના નામ પણ સામેલ હતા. ડૉ.અખિલેશ પ્રસાદ સિંહને બિહારમાંથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અભિષેક મનુ સિંઘવીને હિમાચલથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ચંદ્રકાંત હંડોરને મહારાષ્ટ્રમાંથી ટિકિટ મળી છે. તે જ સમયે, સોનિયા ગાંધીએ બુધવારે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે.